ખુદના અસ્તિત્વનો સ્વીકાર…

કોઈ જીદ્દ નથી, અહં નથી, ગુસ્સો નથી, ફરિયાદ નથી…!

છે તો માત્ર, મળેલી જિંદગી પ્રત્યે ભરપૂર સન્માન અને ખુદના અસ્તિત્વનો સહજ-સંપૂર્ણ સ્વીકાર….

ચાહો એ છોકરીને, જે…

  • વાહ…. અદભૂત રજૂઆત….!!!!
    કાબિલ-એ-દાદ પોસ્ટ, દોસ્ત મૌલિકા દ્વારા.. 🙂
    [પોસ્ટની લીંક ઓપન કરવા નીચેના ટાઈટલ પર ક્લિક કરશો જી.]

 ચાહો એ છોકરીને… જે લખે છે!

 

 

  • મૌલિકાબેન ને આ પોસ્ટ લખવાની પ્રેણના જે બે લેખો પરથી મળી છે એમાંના એક પરથી શ્રી જય વસાવડા એ પણ એક આખો લેખ તથા એક બ્લોગ-પોસ્ટ લખ્યાં છે.
    હોટ સીઝ્લીંગ બ્રાઉની સંગ કૂલ વેનીલા આઈસ્ક્રીમ અને એની ઉપર હોટ-હોટ ચોકલેટ સોસ રેડાતો હોય એમ…ઉપરની પોસ્ટ સાથે, જયભાઈની બ્લોગ-પોસ્ટ પણ આપ સૌ દોસ્તોને પીરસી જ દઉં ને! 😉
    [પોસ્ટની લીંક ઓપન કરવા નીચેના ટાઈટલ પર ક્લિક કરશો જી.]

ડેટ એ કેટ 😉

સાથે રહેતી બે વ્યક્તિઓ…

ક્યારેક… સાથે રહેતી બે વ્યક્તિઓ વચ્ચેના અણબનાવો – મતભેદો – મનભેદો પાછળ એ બે વ્યક્તિઓ વચ્ચેનો લાગણીનો અભાવ જવાબદાર નથી હોતો. ખરેખર તો લાગણીઓનો અભાવ નહિ, અપેક્ષાઓનો પ્રભાવ હોય છે!  લાગણીઓના પૂરમાં અપેક્ષાઓ તણાતી આવે છે, જે બધું જ વેર-વિખેર કરી શકવાની પૂરેપૂરી  ક્ષમતા ધરાવે છે.
એ બે વ્યક્તિઓ વચ્ચે જો અભાવ હોય તો એ હોય છે સમજણ – જ્ઞાન – સ્વીકાર – અસ્વીકાર ની માત્રાનો, નહીં કે લાગણીઓનો!

© શિવાની ઠક્કર

જીવનમાં અમુક સંબંધો…

“જીવનમાં અમુક સંબંધો આપણા માટે બંધન નહિ – પણ એ ખુદ – આપણી પાંખો હોય છે.”

©  શિવાની ઠક્કર

‘જહન મેં જો આયા, હાથોં ને તરાશા’ જેવું કામકાજ છે આપણું લખવાની બાબતમાં!

ઉત્સાહથી બ્લોગ શરૂ કર્યો એ દિવસે બુધવાર હતો અને એ પછીના બુધવારે કુદરતી રીતે જ વગર પ્રયત્ને બીજી બ્લોગ પોસ્ટ લખાઈ ગઈ. હવે આજે બુધવાર છે તો થયું કે આજે પણ બ્લોગ પોસ્ટ થવી જોઈએ…પણ, આવતી કાલે એક્ઝામ છે!! મારી અંદર હાલ મારા સારા પરફોર્મન્સ બાબતે કોન્ફિડન્સ તો છે જ પણ સાથે-સાથે ટીપીકલ સ્ટુડન્ટ ટાઈપ નર્વસનેસ પણ છે.

આ ‘વર્ડપ્રેસ’ લાંબી પોસ્ટના બદલે અલગથી ક્વોટસ મૂકવાની સગવડ આપે છે તો થયું આજે એનો ઉપયોગ કરી લઉં  B-)  અને ક્વોટ પોસ્ટ કરીને હું પાછી વાંચવા બેસુ…

લવ યુ દોસ્તો! 🙂

 

લાગણીનો છોડ


Well… અહીં વરસાદ તો કેટલાય દિવસોથી નથી પડ્યો પણ આજે – હાલ – વરસાદ પછી અનુભવાતી ઠંડક અને માટીની મહેક જરૂર છે, પવન તો જાણે ખીલી ગયો છે…અને મન મૂકીને વહી રહ્યો છે! 
આવા વાતાવરણમાં ખીલેલા ફૂલ જેવી તાજગી અનુભવાઈ રહી છે… 
હીંચકો, હું અને મારા હાથમાં ગરમ-ગરમ ચા નો કપ! I’m feeling like Heaven is here only… O:)
I’m truly celebrating my aloneness right now….  પણ હા, હું એકલી હોવા છતાં એકલી નથી! આ કુદરત મારી સાથી છે અત્યારે…
આખો દિવસ સંભળાતા ભાત-ભાતનાં પંખીઓના ભિન્ન-ભિન્ન અવાજો હાલ શાંત છે; પણ ક્યાંક ગણગણતું કોઈ મચ્છર, બંધ બારી ઉપર બહારની બાજુએ ચોંટીને બેઠેલું ગરોળીનું બચ્ચું, જમીન પર ફરતાં એક-બે મકોડા અને થોડી કીડીઓ તથા ગુલમહોરના ખરેલાં લાલ-પીળા ફૂલો અને નાના-નાના પાન, મારા હીંચકાની બાજુનું એક ખૂબ મોટું થયેલું પામ ટ્રી, અને મેં મારા બાળકની જેમ ઉછેરેલું – મારું સૌથી વ્હાલું – મારું(મારા પૂરતું મારું) ‘ગુલમહોર’!! 🙂

Image

કારણ તો કશું જ નથી પણ આ ગુલમહોર આપણા દિલની વધારે નજીક હોં! એના માટે થઇને તો મમ્મી-પપ્પા સહીત માળી અને એનો આસિસ્ટન્ટ પણ મારા કોપનો ભોગ બની ચૂક્યા છે! 😉
વાત જાણે એમ હતી કે મારું આ ગુલમહોર રાજાની કુંવરીની જેમ દિવસે ના વધે એટલું રાતે વધે અને રાતે ના વધે એટલું દિવસે વધે. એવું તો ફૂલ્યું-ફાલ્યું છે કે એના આપણા પર ‘વરસતા પ્રેમ’ રૂપી ‘ખરતા પાંદડા’ મમ્મી-પપ્પાને કચરો લાગે અને એટલે પપ્પાએ એક દિવસ મને પૂછ્યું કે, ‘બેટા આ ગુલમહોર કઢાવી નાંખીએ? એની જગ્યાએ ઓછો કચરો કરતું બીજું કોઈ વૃક્ષ ઉછેરજે તું.’ મેં કીધું, ‘ના! બિલકુલ નહિ.’ બસ, એ વાત ત્યાં જ પૂરી થઇ ગઈ પણ માત્ર થોડા દિવસો પુરતી જ. પછી થોડા થોડા દિવસે આ વાત જરૂર નીકળતી કે આ ગુલમહોર કઢાવી નાંખો કેમ કે એના ખરતા પાંદડા આંગણામાં, પાર્કીંગ પ્લેસમાં અને ક્યારેક તો ખૂબ પવન હોય તો ઘરમાં પણ ઉડીને આવી જતા. પણ આ શિવલી એમ કઈ માને! 😉 “મારું વ્હાલું ગુલમહોર તો એની જગ્યાએ અડીખમ જ રહેશે, કોઈએ એને તકલીફ નહિ આપવાની!”  આટલું ફર્મ્લી કહેવાં છતાં એક દિવસ સાંજે જ્યારે હું ઘરની બહાર આવી ત્યારે ત્રણ-ચાર માળીઓનો કાફલો પોતાનું કામ કરી રહ્યો હતો, મમ્મી એ બધાંને કંઈક ને કંઈક ઇન્સટ્રકશન્સ  આપી રહી હતી અને અચાનક, એક જણે ગુલમહોર ઉપર કુહાડીથી ઘા કર્યો! હું હચમચી ગઈ! મારી આંખ ભીની થઇ ગઈ… (
થોડીક ક્ષણો સ્વસ્થ થતા લાગી… અને…) કંઈ બોલું એ પહેલા તો બીજા બે-ત્રણ ઘા!! પછી જોરથી બૂમ પાડીને મેં એ માળીને અટકાવ્યો. આ વખતે મમ્મીએ ખૂબ જ સખ્તાઈથી કહી દીધું કે, ‘આજે કશું બોલવાનું નથી, આ ઝાડ તો કપાવવાનું જ છે.’ પછી મેં અંદર જઈને મારા ટુ વ્હીલરની ચાવી લીધી, રડતી આંખે જતા-જતા મમ્મી અને પેલા માળી પર ધારદાર નજર નાખી, વ્હીકલ લઈને ફુલ સ્પીડમાં ત્યાંથી નીકળી ગઈ…

મગજ શાંત થતા જ્યારે હું પાછી આવી… ત્યારે મેં જોયું કે મારું ગુલમહોર એની જગ્યાએ અડીખમ ઊભું છે! આ વાતને થોડાક વર્ષો વીતી ગયા છે…અને હજી આજે પણ એ ગુલમહોર જેમનું તેમ સુંદર રીતે ખીલેલું ટટ્ટાર ઊભું છે. પણ, પેલો ઘા હજી સંપૂર્ણપણે ભરાયો નથી, એનું નિશાન હજી છે! આજે હીંચકે બેઠા-બેઠા એ નિશાન પર નજર પડતા જ આ આખી ઘટના ફરી તાજી થઇ ગઈ.

અને આજે બીજી એક ઘટના વિશે જાણ્યું. અહીં હું મારા સિવાય બીજા કોઈની પર્સનલ લાઈફ વિશે વાત ના કરી શકું… પણ કંઈક કહેવું જરૂર છે:

સંસારના દરેક માતા-પિતા પોતાના બાળકની કાળજી તો રાખતા જ હોય છે… પણ ક્યાંક ને ક્યાંક તેઓ પોતાના સંતાનોને એક સ્વતંત્ર મનુષ્ય – સ્વતંત્ર જીવ – સમજવાને બદલે પોતાની ‘મિલકત’ સમજતા હોય છે અને સંતાનના જીવનના નિર્ણયો માં-બાપ પોતે જ લઇ લેતા હોય છે. અહીં કોઈ એકતરફી વાત નથી થઇ રહી કારણ કે દરેક સંતાન પણ પોતાની રીતે જે નિર્ણય લે એ યોગ્ય જ હોય એવું જરૂરી નથી. વાત અહીં, એકતરફી વલણ અપનાવતા પેરેન્ટ્સની છે. ક્યારેક તો સંતાનના એના પોતાના જીવન વિશેના નિર્ણયો યોગ્ય હોવા છતાં એમના પેરેન્ટ્સ, કહેવાતા સમાજના ડરથી એમને સપોર્ટ/સહકાર નથી આપી શકતા! આવું શું કામ?

સંતાનોને કંટ્રોલ કરવા કરતાં તેઓને એવી કેળવણી આપવી જોઈએ કે તેઓ પોતાના નિર્ણયો જાતે લઇ શકે અને એવી કેળવણીની સાથે-સાથે ભૂલો કરવાની આઝાદી પણ. હા, એનો અર્થ એવો બિલકુલ નથી કે સંતાનો જાણી જોઇને કશુંક ખોટું કરે ને પછી એને ભૂલનું નામ આપીને સોરી કહીને છટકી જાય, ના. બાળકને જુગાડ શીખવવાને બદલે એને ગમતા ફિલ્ડમાં સ્કીલફુલ બનાવવું જોઈએ. એને પહેલેથી જ ખીલવાનો મોકો અને એ માટેનું યોગ્ય વાતાવરણ મળવું જોઈએ, જેથી એ જાણી-સમજી શકે કે એને પોતાને શું ગમે છે અને શું નહિ…દરેક બાળક સ્પેશિઅલ છે. Every child is special. ભૂલોથી જ માણસ ઘડાતો હોય છે એટલે બાળકને ભૂલો કરવાની આઝાદી આપો, એને ડરાવશો નહિ. બાળક અનુકરણથી જ શીખે છે. યોગ્ય કેળવણી – ઉછેર – થી બાળક ખુદ સારા-ખરાબનો ભેદ સમજીને યોગ્ય નિર્ણયો લઇ શકશે… અને છતાં એનાથી ભૂલથી કોઈ ભૂલ થઇ જાય તો એવા સમયે એ બાળકને(તમારા સંતાનને) એ ભૂલને પ્રેમથી સમજવા અને એને સુધારવા આપના સહકારની જરૂર હશે, મ્હેણાં-ટોણાની નહિ! એવા સમયે કહેવાતા સમાજના ડરથી પોતાના સંતાનના મન પર કોઈ પ્રહાર, કોઈ ઉઝરડા ના કરશો કે ના થવા દેશો. કોઈ પણ ઘા જેટલો ઊંડો હશે, તેને ભરાતાં તેના ઊંડાણથી પણ વધારે સમય લાગે છે! એટલે ‘લોકો’ના ડરથી ડરાવવાને બદલે, એ જ લોકો સામે પોતાના સંતાનની ઢાલ બનીને ઉભા રહો – એવી દરેક પેરેન્ટ્સને મારી અંગત નમ્ર અરજ છે.
***

© શિવાની ઠક્કર

ઇચ્છોત્સાહ !

178478_420499511336522_1687361699_o
આજે સવારે કંઈક સપનું જ એવું આવ્યું કે હું સફાળી જાગી ગઈ! પરોઢે 3:45 પછી ઊંઘી હતી તોય સવારે ક્યારની ઉઠી છું… સવારે ખબર નહિ શું જોયું મેં સપનામાં! મને સાવ જ, કશું જ યાદ નથી…! પણ બસ એક ગજબ પ્રકારનો ઉત્સાહ – ઉમળકો કે જેણે મને અધકચરી ઊંઘમાંથી સફાળી પણ ‘ફ્રેશ’ જગાડી 😀

એક ‘શોધ’ સતત મારી અંદર જીવી છે… કુદરતના રહસ્યોનું, દુનિયાના અસ્તિત્વનું, ખુદના હોવાપણાનું કારણ જાણવાની શોધ… અને છેવટે હું ખુદ જ એક શોધ બનીને સર્વત્ર ભળી ગઈ છું…!

કાલે રાત્રે ઊંઘી ત્યારે ખૂબ અજંપો અનુભવતી હતી… પણ બધી જ અવઢવો દૂર થઇ ગઈ કે જ્યારે મેં ઉત્સાહ સાથે આજે સવારે આંખો ખોલી…

આ દેશને-સમાજને-ગુજરાતી ભાષાને કશુંક કન્ટ્રીબ્યુટ કરવાની ચાહ – એક માંના ઉદરમાં ઉછરતા બાળકની જેમ – સતત મારી અંદર ઉછરી છે! કશુંક નવું-કશુંક અલગ, અને સતત કશુંક કરતાં રહેવાની દિલેરી તમન્ના! શું કરવું છે? – શું કરીશ? – કશી ખબર નથી… પણ બસ ‘કશુંક’ કરવું છે! સવારની આવી સ્થિતિમાં કોન્ફીડન્સ બરકરાર રહ્યો… કારણ એટલું જ કે, શું કરવું એની જાણ ભલે ના હોય પણ કશુંક કરવાની ચાહ… મને કોઈક રસ્તે તો આગળ લઇ જ જશે… અને ઇન્શાલ્લાહ, આમ જ એક-એક પગથીયું ચડતું જવાશે…પણ હા, એક વાત ખરી કે સવારે સપનામાં શું થયું એ ખબર નથી પણ જે ઉત્સાહ, ઉમળકા અને આનંદ સાથે હું ‘જાગી’ છું… અને બહુ બધું વાંચવાની-જાણવાની-દુનિયા ખુંદી વળવાની ઈચ્છા, જંગલમાં ફેલાતા દાવાનળની જેમ મારી નસેનસમાં ફેલાતી જઈ રહી હતી… એક આગ અનુભવાઈ રહી હતી ખુદની અંદર, કે જે આજે મને દઝાડતી ન્હોતી પરંતુ નિરાંત આપી રહી હતી…!!
એક ‘ઇચ્છોત્સાહ’ મારી અંદર જન્મ્યો કે જે મને સતત ઘણું બધું કામ કરવા માટે પ્રેરણા આપી રહ્યો છે……. અને એના થકી જ આજે આ લખાઈ રહ્યું છે! આ લખી રહી છું ત્યારે એક મિત્રનો ફોન આવ્યો, મેં કીધું, ‘હું કંઈક લખી રહી છું એટલે પછી કોલ બેક કરું તને.’ તો તરત એણે પૂછ્યું, ‘શું લખી રહી છે?’ અને ત્યારે અજાણપણે જ હું બોલી, “બસ! લખી રહી છું… શું લખું છું? – કેમ લખું છું? – કેવું લખું છું? – ખબર નથી, પણ બસ, લખું છું.”

અને આ બધું કાગળ પર લખાયું પછી અંતરમાંથી બ્લોગ લખવાની ઈચ્છા એ પાછું માથું ઊંચક્યું!! હા, છેલ્લા કેટલાક મહિનાઓથી બ્લોગ શરુ કરવાનો વિચાર હતો… પણ કોન્ફિડન્સ ન્હોતો!
પણ આ બાબતે જેટલો વિશ્વાસ મને ખુદ પર ન્હોતો એટલો અને એનાથીય વધારે વિશ્વાસ, મારાં અમુક દોસ્તોને મારા પર હતો…અને હજીય છે જ 😉 I’m truly lucky to have such gems in my life. પણ એ બધાંને હંમેશા હું એટલું જ કહીને ચૂપ કરાવી દેતી કે મને અંતરથી બ્લોગ લખવાની ઈચ્છા નથી થતી..!

Well, અત્યારે લાઈફ બીઝી હોવા છતાં ઇઝી છે…
“તો છોડ આ લેકિન, કિન્તુ, પરંતુ…અને
જે લખવું હોય એ લખી નાખ શિવુ…”
બસ બાત ખતમ! આમ વિચારીને મેં માંડ્યું લખવા… અને આજે આ બધું દિલથી લખાઈ રહ્યું છે…

***

© શિવાની ઠક્કર