લાગણીનો છોડ


Well… અહીં વરસાદ તો કેટલાય દિવસોથી નથી પડ્યો પણ આજે – હાલ – વરસાદ પછી અનુભવાતી ઠંડક અને માટીની મહેક જરૂર છે, પવન તો જાણે ખીલી ગયો છે…અને મન મૂકીને વહી રહ્યો છે! 
આવા વાતાવરણમાં ખીલેલા ફૂલ જેવી તાજગી અનુભવાઈ રહી છે… 
હીંચકો, હું અને મારા હાથમાં ગરમ-ગરમ ચા નો કપ! I’m feeling like Heaven is here only… O:)
I’m truly celebrating my aloneness right now….  પણ હા, હું એકલી હોવા છતાં એકલી નથી! આ કુદરત મારી સાથી છે અત્યારે…
આખો દિવસ સંભળાતા ભાત-ભાતનાં પંખીઓના ભિન્ન-ભિન્ન અવાજો હાલ શાંત છે; પણ ક્યાંક ગણગણતું કોઈ મચ્છર, બંધ બારી ઉપર બહારની બાજુએ ચોંટીને બેઠેલું ગરોળીનું બચ્ચું, જમીન પર ફરતાં એક-બે મકોડા અને થોડી કીડીઓ તથા ગુલમહોરના ખરેલાં લાલ-પીળા ફૂલો અને નાના-નાના પાન, મારા હીંચકાની બાજુનું એક ખૂબ મોટું થયેલું પામ ટ્રી, અને મેં મારા બાળકની જેમ ઉછેરેલું – મારું સૌથી વ્હાલું – મારું(મારા પૂરતું મારું) ‘ગુલમહોર’!! 🙂

Image

કારણ તો કશું જ નથી પણ આ ગુલમહોર આપણા દિલની વધારે નજીક હોં! એના માટે થઇને તો મમ્મી-પપ્પા સહીત માળી અને એનો આસિસ્ટન્ટ પણ મારા કોપનો ભોગ બની ચૂક્યા છે! 😉
વાત જાણે એમ હતી કે મારું આ ગુલમહોર રાજાની કુંવરીની જેમ દિવસે ના વધે એટલું રાતે વધે અને રાતે ના વધે એટલું દિવસે વધે. એવું તો ફૂલ્યું-ફાલ્યું છે કે એના આપણા પર ‘વરસતા પ્રેમ’ રૂપી ‘ખરતા પાંદડા’ મમ્મી-પપ્પાને કચરો લાગે અને એટલે પપ્પાએ એક દિવસ મને પૂછ્યું કે, ‘બેટા આ ગુલમહોર કઢાવી નાંખીએ? એની જગ્યાએ ઓછો કચરો કરતું બીજું કોઈ વૃક્ષ ઉછેરજે તું.’ મેં કીધું, ‘ના! બિલકુલ નહિ.’ બસ, એ વાત ત્યાં જ પૂરી થઇ ગઈ પણ માત્ર થોડા દિવસો પુરતી જ. પછી થોડા થોડા દિવસે આ વાત જરૂર નીકળતી કે આ ગુલમહોર કઢાવી નાંખો કેમ કે એના ખરતા પાંદડા આંગણામાં, પાર્કીંગ પ્લેસમાં અને ક્યારેક તો ખૂબ પવન હોય તો ઘરમાં પણ ઉડીને આવી જતા. પણ આ શિવલી એમ કઈ માને! 😉 “મારું વ્હાલું ગુલમહોર તો એની જગ્યાએ અડીખમ જ રહેશે, કોઈએ એને તકલીફ નહિ આપવાની!”  આટલું ફર્મ્લી કહેવાં છતાં એક દિવસ સાંજે જ્યારે હું ઘરની બહાર આવી ત્યારે ત્રણ-ચાર માળીઓનો કાફલો પોતાનું કામ કરી રહ્યો હતો, મમ્મી એ બધાંને કંઈક ને કંઈક ઇન્સટ્રકશન્સ  આપી રહી હતી અને અચાનક, એક જણે ગુલમહોર ઉપર કુહાડીથી ઘા કર્યો! હું હચમચી ગઈ! મારી આંખ ભીની થઇ ગઈ… (
થોડીક ક્ષણો સ્વસ્થ થતા લાગી… અને…) કંઈ બોલું એ પહેલા તો બીજા બે-ત્રણ ઘા!! પછી જોરથી બૂમ પાડીને મેં એ માળીને અટકાવ્યો. આ વખતે મમ્મીએ ખૂબ જ સખ્તાઈથી કહી દીધું કે, ‘આજે કશું બોલવાનું નથી, આ ઝાડ તો કપાવવાનું જ છે.’ પછી મેં અંદર જઈને મારા ટુ વ્હીલરની ચાવી લીધી, રડતી આંખે જતા-જતા મમ્મી અને પેલા માળી પર ધારદાર નજર નાખી, વ્હીકલ લઈને ફુલ સ્પીડમાં ત્યાંથી નીકળી ગઈ…

મગજ શાંત થતા જ્યારે હું પાછી આવી… ત્યારે મેં જોયું કે મારું ગુલમહોર એની જગ્યાએ અડીખમ ઊભું છે! આ વાતને થોડાક વર્ષો વીતી ગયા છે…અને હજી આજે પણ એ ગુલમહોર જેમનું તેમ સુંદર રીતે ખીલેલું ટટ્ટાર ઊભું છે. પણ, પેલો ઘા હજી સંપૂર્ણપણે ભરાયો નથી, એનું નિશાન હજી છે! આજે હીંચકે બેઠા-બેઠા એ નિશાન પર નજર પડતા જ આ આખી ઘટના ફરી તાજી થઇ ગઈ.

અને આજે બીજી એક ઘટના વિશે જાણ્યું. અહીં હું મારા સિવાય બીજા કોઈની પર્સનલ લાઈફ વિશે વાત ના કરી શકું… પણ કંઈક કહેવું જરૂર છે:

સંસારના દરેક માતા-પિતા પોતાના બાળકની કાળજી તો રાખતા જ હોય છે… પણ ક્યાંક ને ક્યાંક તેઓ પોતાના સંતાનોને એક સ્વતંત્ર મનુષ્ય – સ્વતંત્ર જીવ – સમજવાને બદલે પોતાની ‘મિલકત’ સમજતા હોય છે અને સંતાનના જીવનના નિર્ણયો માં-બાપ પોતે જ લઇ લેતા હોય છે. અહીં કોઈ એકતરફી વાત નથી થઇ રહી કારણ કે દરેક સંતાન પણ પોતાની રીતે જે નિર્ણય લે એ યોગ્ય જ હોય એવું જરૂરી નથી. વાત અહીં, એકતરફી વલણ અપનાવતા પેરેન્ટ્સની છે. ક્યારેક તો સંતાનના એના પોતાના જીવન વિશેના નિર્ણયો યોગ્ય હોવા છતાં એમના પેરેન્ટ્સ, કહેવાતા સમાજના ડરથી એમને સપોર્ટ/સહકાર નથી આપી શકતા! આવું શું કામ?

સંતાનોને કંટ્રોલ કરવા કરતાં તેઓને એવી કેળવણી આપવી જોઈએ કે તેઓ પોતાના નિર્ણયો જાતે લઇ શકે અને એવી કેળવણીની સાથે-સાથે ભૂલો કરવાની આઝાદી પણ. હા, એનો અર્થ એવો બિલકુલ નથી કે સંતાનો જાણી જોઇને કશુંક ખોટું કરે ને પછી એને ભૂલનું નામ આપીને સોરી કહીને છટકી જાય, ના. બાળકને જુગાડ શીખવવાને બદલે એને ગમતા ફિલ્ડમાં સ્કીલફુલ બનાવવું જોઈએ. એને પહેલેથી જ ખીલવાનો મોકો અને એ માટેનું યોગ્ય વાતાવરણ મળવું જોઈએ, જેથી એ જાણી-સમજી શકે કે એને પોતાને શું ગમે છે અને શું નહિ…દરેક બાળક સ્પેશિઅલ છે. Every child is special. ભૂલોથી જ માણસ ઘડાતો હોય છે એટલે બાળકને ભૂલો કરવાની આઝાદી આપો, એને ડરાવશો નહિ. બાળક અનુકરણથી જ શીખે છે. યોગ્ય કેળવણી – ઉછેર – થી બાળક ખુદ સારા-ખરાબનો ભેદ સમજીને યોગ્ય નિર્ણયો લઇ શકશે… અને છતાં એનાથી ભૂલથી કોઈ ભૂલ થઇ જાય તો એવા સમયે એ બાળકને(તમારા સંતાનને) એ ભૂલને પ્રેમથી સમજવા અને એને સુધારવા આપના સહકારની જરૂર હશે, મ્હેણાં-ટોણાની નહિ! એવા સમયે કહેવાતા સમાજના ડરથી પોતાના સંતાનના મન પર કોઈ પ્રહાર, કોઈ ઉઝરડા ના કરશો કે ના થવા દેશો. કોઈ પણ ઘા જેટલો ઊંડો હશે, તેને ભરાતાં તેના ઊંડાણથી પણ વધારે સમય લાગે છે! એટલે ‘લોકો’ના ડરથી ડરાવવાને બદલે, એ જ લોકો સામે પોતાના સંતાનની ઢાલ બનીને ઉભા રહો – એવી દરેક પેરેન્ટ્સને મારી અંગત નમ્ર અરજ છે.
***

© શિવાની ઠક્કર

Advertisements

7 thoughts on “લાગણીનો છોડ

 1. વાહ દોસ્ત..

  ઘન્ય છે, આપના મા-બાપને કે આપની આ દ્રષ્ટી ને આપ વાચા આપી શકો એવી કેળવણી આપી. જાણ્યે અજાણ્યે જેમ સંતાનો ભુલો કરતા હોય છે એમ માવીત્રો પણ ઘણી ભુલો કરતા હોય છે, કોઇ વધુ પડતી લાગણીના આવેષમાં આવીને તો કોઇ માલીકીભાવ ના દબાવથી. ભુલો કરવી સંતાનોનોં હક્ક છે. અને દરેક માણસ ને પોતાના નીર્ણયો લેવાનો હક્ક છે. પણ એ સાચા કે ખોટા નીર્ણયો લેવા માટે નું યોગ્ય દીશાસુચન તો હંમેશા માવીત્રોએ જ સીંચવુ પડે છે સંતાનોની સમજના પાયામાં. હું એક સારુ સંતાન બની શક્યો કે ના બની શક્યો એ તો મારા માતાપીતા જ કહી શકે છે પણ એક યોગ્ય પીતા બનવા માટે જરૂરી બધા જ પ્રયત્નો કરીશ. અને એક સારા પીતા બનવા કરતા મારી દીકરી સાથે એક મીત્ર તરીકે રહેવાનું વધુ પસંદ કરીશ. જેથી આવનારા સમયમાં એ પોતાની જાત ને બંધાયેલી ના સમજે.

 2. અને હા એક વસ્તુ તો જરૂર થી કહીશ.. કે જે વર્ણન આપે પહેલા ફકરામાં કર્યુ એ કાબીલ-એ-દાદ છે. બસ આપ આમ જ આપના વાકચાતુર્ય ને વાચા આપો અને હજી વધુ મસ્ત મસ્ત બ્લોગનોટ્સ અમોને પીરસો..

 3. Fabulous. Shivu one suggestion when you write, please don’t mix English sentences with Gujarati paragraph. This doesn’t give the high lights to presentation. So, next time remember that. Don’t mix up English and Gujarati in one paragraph.
  Very nice article. And one has to understand in life and learn a lesson to treat the kids with respect and love.
  The old definition of parents are always right is obsolete in 21st century. Kids now a days know more and there is nothing to learn from the people younger than you.
  Very nice. Keep practicing.

 4. બાળક અને માતા-પિતાના સંબંધની સુંદર શબ્દોથી સજેલી ઘણી સુંદર વાત… આપના વિચારોની ફ્રેશનેસ ગમી.

  પ્રકૃતિ સાથે કદાચ આપના જેવો ગાઢ સંબંધ નહી હોય પણ તેનો સાથ મને હંમેશા સૌથી વધુ પ્રિય રહ્યો છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s