ઇચ્છોત્સાહ !

178478_420499511336522_1687361699_o
આજે સવારે કંઈક સપનું જ એવું આવ્યું કે હું સફાળી જાગી ગઈ! પરોઢે 3:45 પછી ઊંઘી હતી તોય સવારે ક્યારની ઉઠી છું… સવારે ખબર નહિ શું જોયું મેં સપનામાં! મને સાવ જ, કશું જ યાદ નથી…! પણ બસ એક ગજબ પ્રકારનો ઉત્સાહ – ઉમળકો કે જેણે મને અધકચરી ઊંઘમાંથી સફાળી પણ ‘ફ્રેશ’ જગાડી 😀

એક ‘શોધ’ સતત મારી અંદર જીવી છે… કુદરતના રહસ્યોનું, દુનિયાના અસ્તિત્વનું, ખુદના હોવાપણાનું કારણ જાણવાની શોધ… અને છેવટે હું ખુદ જ એક શોધ બનીને સર્વત્ર ભળી ગઈ છું…!

કાલે રાત્રે ઊંઘી ત્યારે ખૂબ અજંપો અનુભવતી હતી… પણ બધી જ અવઢવો દૂર થઇ ગઈ કે જ્યારે મેં ઉત્સાહ સાથે આજે સવારે આંખો ખોલી…

આ દેશને-સમાજને-ગુજરાતી ભાષાને કશુંક કન્ટ્રીબ્યુટ કરવાની ચાહ – એક માંના ઉદરમાં ઉછરતા બાળકની જેમ – સતત મારી અંદર ઉછરી છે! કશુંક નવું-કશુંક અલગ, અને સતત કશુંક કરતાં રહેવાની દિલેરી તમન્ના! શું કરવું છે? – શું કરીશ? – કશી ખબર નથી… પણ બસ ‘કશુંક’ કરવું છે! સવારની આવી સ્થિતિમાં કોન્ફીડન્સ બરકરાર રહ્યો… કારણ એટલું જ કે, શું કરવું એની જાણ ભલે ના હોય પણ કશુંક કરવાની ચાહ… મને કોઈક રસ્તે તો આગળ લઇ જ જશે… અને ઇન્શાલ્લાહ, આમ જ એક-એક પગથીયું ચડતું જવાશે…પણ હા, એક વાત ખરી કે સવારે સપનામાં શું થયું એ ખબર નથી પણ જે ઉત્સાહ, ઉમળકા અને આનંદ સાથે હું ‘જાગી’ છું… અને બહુ બધું વાંચવાની-જાણવાની-દુનિયા ખુંદી વળવાની ઈચ્છા, જંગલમાં ફેલાતા દાવાનળની જેમ મારી નસેનસમાં ફેલાતી જઈ રહી હતી… એક આગ અનુભવાઈ રહી હતી ખુદની અંદર, કે જે આજે મને દઝાડતી ન્હોતી પરંતુ નિરાંત આપી રહી હતી…!!
એક ‘ઇચ્છોત્સાહ’ મારી અંદર જન્મ્યો કે જે મને સતત ઘણું બધું કામ કરવા માટે પ્રેરણા આપી રહ્યો છે……. અને એના થકી જ આજે આ લખાઈ રહ્યું છે! આ લખી રહી છું ત્યારે એક મિત્રનો ફોન આવ્યો, મેં કીધું, ‘હું કંઈક લખી રહી છું એટલે પછી કોલ બેક કરું તને.’ તો તરત એણે પૂછ્યું, ‘શું લખી રહી છે?’ અને ત્યારે અજાણપણે જ હું બોલી, “બસ! લખી રહી છું… શું લખું છું? – કેમ લખું છું? – કેવું લખું છું? – ખબર નથી, પણ બસ, લખું છું.”

અને આ બધું કાગળ પર લખાયું પછી અંતરમાંથી બ્લોગ લખવાની ઈચ્છા એ પાછું માથું ઊંચક્યું!! હા, છેલ્લા કેટલાક મહિનાઓથી બ્લોગ શરુ કરવાનો વિચાર હતો… પણ કોન્ફિડન્સ ન્હોતો!
પણ આ બાબતે જેટલો વિશ્વાસ મને ખુદ પર ન્હોતો એટલો અને એનાથીય વધારે વિશ્વાસ, મારાં અમુક દોસ્તોને મારા પર હતો…અને હજીય છે જ 😉 I’m truly lucky to have such gems in my life. પણ એ બધાંને હંમેશા હું એટલું જ કહીને ચૂપ કરાવી દેતી કે મને અંતરથી બ્લોગ લખવાની ઈચ્છા નથી થતી..!

Well, અત્યારે લાઈફ બીઝી હોવા છતાં ઇઝી છે…
“તો છોડ આ લેકિન, કિન્તુ, પરંતુ…અને
જે લખવું હોય એ લખી નાખ શિવુ…”
બસ બાત ખતમ! આમ વિચારીને મેં માંડ્યું લખવા… અને આજે આ બધું દિલથી લખાઈ રહ્યું છે…

***

© શિવાની ઠક્કર

13 thoughts on “ઇચ્છોત્સાહ !

  1. I would say, Yeah, now she has started to surf in self discovery, Words are really so good and well placed that i have read this blog for twice, it has something which anyone can find in their life, and you know what i mean, So would wish you all the very best and keep it up ! would love to read more from you !

  2. Blog puro thayo Tyare Evo ehsaas thayo ke, kyank door uncha uncha pahado ni vacche, koi jeel na kinare Hun betho betho, jeel na stheer pani par dekhata pratibimb ma Hun khovayelo hato, ane achanak koi machli ae pani par aavi ne Dubki Mari ane ena Tarango ae pratibimb ne vikheri nakhyu, ane mane aa duniya na hova no ehsaas karavyo..
    Refreshing and motivating…
    Keep it up, wish you luck. 🙂

  3. ઘણીવાર સભ્યતા અને રીત રીવાજો ની જાળ-જંજાળમાંથી ખુદ ને આ દુનીયાનાં ખુલ્લા અવકાશમાં મન થકી બેફામ ઉડવા માટે છુટ્ટા મુકવાથી પણ અમુક બંધનોમાંથી મુક્તી મળ્યા નો એક અનેરો લ્હાવો મળે છે.

    શક્ય છે અમુક સમયે પોતાની જાત ને ખોવાયેલી હોવાનો અહેસાસ થાય છે પણ એ જ અહેસાસ થકી જ એક વૈચારીક દુનીયાની ખોજ થકી એક નવા જોશ અને અંજાન ઉત્સાહ નો જન્મ થાય છે, જે બહુ જુજ માણસો ને પોતાની જાતની સાચી ઓળખ સુધી લઈ જાય છે અને પોતે બીજાથી કેટલા અલગ છે એ હકીકાત થી વાકેફ કરાવે છે..

    બસ આમ જ મન ને માની જીવજો નહી કે મન ને મારી ને..

    કોઇ ચાહે ગમે તેટલુ હોંશીયાર થઈ પોતાનું ચાતુર્ય દર્શાવે પણ પોતાનીજ જાત ને મુરખ બનાવનાર લોકો થી વધુ ગરીબ આ દુનીયામાં બીજુ કોઇ નહી.

    આ જ ઉત્સાહ અને આજ શક્તીઓ થકી પોતાની અલગ દુનીયા બનાવી ને સાહીત્ય થી માંડી ઝર્નાલીજ્મ ની બધી જ ચરમસીમાઓ સર કરો એવી શુભકામનાઓ..

Leave a reply to Shivani Thakkar જવાબ રદ કરો